Praise The Lord
પ્રભુ ની સ્તુતિ થાવ
Thank you for your support. keep supporting us . pray for us for we are looking forward Recording studio set up. God bless you ????
૩૨ – પરોઢ સ્તુતિ
ઝૂલણા વૃત્ત
કર્તા :એન.જે. જયેશ
ટેક :હે પ્રભુ, પ્રાણના નાથ, તમને નમુ, આપ ચરણે પડી આ પ્રભાતે
૧ પ્રાણની આ બત્તી, સળગતી રહી પતિ,આપ મરજી વતી ક્ષેમજાતે;
જિંદગીના નભે, એક આ તારલી તે ચગો આપ મહિમા જ માટે; હે.
૨ અધિક વરસ્યા કરે આપ ઉપકાર તો, અધમ, ઉડાઉ હું રંક માથે;
કદર તેની કરી નજર બદ પરહરી, હું જઉં સાંકડી સ્વર્ગ વાટે.હે.
૩.મુજ મતિ, સમજ ને જ્ઞાનના આગિયા કેમ કરી ટાળશે તિમિર જાતે;
આપ રવિજ્યોત થઈ દોરજો દાસને, આપજો સદમતિ સર્વ વાતે.હે.
૪ આયુ અડધું ગયું, નિંદમાં તો નર્યું, અડધ ગયું જગત જંજાળ માટે;
આયુ આ ડગમગુ, મરણ આ લગભગુ, ભાન દો કે ભજું વિશ્વનાથે હે.
૫ ભવિષ્ય અંધારિયું, મુજ આગળ પડયું, ભોમિયા ભવિષના થાવ વાટે
સ્વાર્થ, મદ, મોહને લોભના ખાડથી, અંધને દોરજો દેવ જાતે.હે.
૬.અબળનું બળ તમે, નાથ દીનના તમે, આમ માલિક છો મુજ માથે;
આપ આધાર છો, દુ:ખમાં વ્હાર છો, દોરજો રંકને આપ હાથે.હે.
Do like , share comment and subscribe ????
#Gujarati_christian
#song
#ManishaJyotin



