Janmyo Chhe Isu – New Gujarati Christian Christmas Song 2018



🎼🎹🥁🎷🎺🎸🎤🎧

આ ગીત માટે, હું જીવતા ત્રિએક ઇશ્વરનો પુષ્કળ આભાર માનું છું કે , તેમણે આ ગીત અને તેનો રાગ મારા મુખમાં મૂક્યાં અને તેનું
સંગીત મારા હાથમાં મૂક્યું. આ ગીત માટે સર્વ માન, મહિમા અને ગૌરવ હું જીવતા ત્રિએક ઇશ્વર યહોવા, પ્રભુ ઇસુ ખ્રિસ્ત
અને પવિત્ર આત્માને આપું છું. જીવતા અને ખરા ઇશ્વર જ સર્વ માન, મહિમા અને ગૌરવને યોગ્ય છે.
✝🕊🕊🕊🕊🕊🕊✝

સાથે પ્રાર્થના કરું છું કે, આ ગીત, સાંભળનાર દરેક લોકોને માટે આશિષરૂપ થાય.
💐💐💐💐💐💐💐💐
Song: જનમ્યો છે ઇસુ (નાતાલનું ગીત)
Lyrics: Jeremy Desai
Raag/Composition: Jeremy Desai
Music: Jeremy Desai
Singing: Jeremy Desai
Keyboard Playing: Jeremy Desai
Year: 2018

જનમ્યો છે ઇસુ, પાપીઓને કાજ, (૨)
ધરતી પર જનમ્યો છે રાજા. (૨)

(૧) ભરવાડોને દર્શન દીધું, સ્વર્ગીય દૂતોએ. (૨)
દીધા સુસમાચાર રાજાના જન્મના. (૨)
ચાલ્યા ભરવાડો દર્શને તેના. (૨)
બેથલેહેમની ગભાણમાં, લૂગડામાં લપેટેલો નાનો બાળ,
છે એ તો પ્રભુઓનો પ્રભુ. (૨)
જનમ્યો છે ઇસુ…

(૨) માગીઓ ચાલ્યા, જોઈને તારો, જ્યાં જનમ્યો તારણહારો (૨)
સોનું, બોળ ને લોબાન લઈને. (૨)
ધરવા અર્પણ રાજાના ચરણે. (૨)
બેથલેહેમની ગભાણમાં, નમ્ર થઈને એ સુતો જે બાળ,
છે એ તો પ્રભુઓનો પ્રભુ. (૨)
જનમ્યો છે ઇસુ…

(૩) ચાલો આપણે પણ, ભજન કરીએ, પ્રભુઓના પ્રભુનું. (૨)
તેના સ્વાગતની તૈયારી કરીએ. (૨)
આવી રહ્યો તે દૂતોની સંગે. (૨)
તેના લોકોને લેવાને કાજે, આવી રહ્યો છે તે જલ્દી.
આવી રહ્યો છે તે જલ્દી. (૨)
જનમ્યો છે ઇસુ…

આ..આ..આ..આ..આ.. હો…હો…હો…હો…હો… લા..લા..લા..લા..લા.. હે…હે…હે…હે…હે…
🎼🎹🥁🎷🎺🎸🎤🎧
હું મારા પિતા (મધુકાંત દેસાઇ)નો પુષ્કળ આભાર માનું છું કે, તેમણે મને નાતાલના ગીતની રચના માટે પ્રોત્સાહિત કર્યો
અને આ ગીત હું મારા વહાલા પિતાને અર્પણ કરું છું અને તેમના પ્રેમ અને જીવનની દરેક પરિસ્થિતિમાં તેમનાં સાથને
યાદ કરું છુ.

I love you so much, my dear papa. I miss you so much.
❤💛💜💚🧡💙💕💓
વહાલા મિત્રો, નાતાલનો સાચો અર્થ અને આનંદ એ છે કે, પ્રભુ ઇસુ ઇશ્વર હોવા છતાં માણસનાં રૂપમાં નમ્ર થઈને આપણાં પાપોનાં પ્રાયશ્ચિત માટે આ પૃથ્વી પર આવ્યા, જેથી તેઓ વધસ્તંભ પર આપણાં માટે પુષ્કળ દુ:ખ, દર્દ અને પીડા પામી મૃત્યુ પામે, જેથી આપણે જીવતા ઇશ્વરનાં સંબંધમાં રહી શકીએ અને આપણને સ્વર્ગનું અનંત જીવન પ્રાપ્ત થાય.

પ્રભુ ઇસુ ખ્રિસ્ત એ જીવતા ઇશ્વર છે અને પાપોની માફી ફક્ત તેમનાં લોહીથી જ મળે છે, જે તેમણે સર્વ લોકોનાં પાપોને સારુ વહેવડાવ્યું.

પ્રભુ ઇસુ ખ્રિસ્ત જ સ્વર્ગનું એક દ્વાર અને રસ્તો છે.

તેમની યોજના પ્રમાણે હવે તેઓ જલ્દી તેમનાં બાળકોને, જેઓ તેમના પર વિશ્વાસ કરે છે અને પવિત્ર જીવન જીવે છે, તેમને લેવાને માટે આવી રહ્યા છે. એકવાર તેઓ પોતાનાં સંતો અને બાળકોને વાદળો પર આવી લઈ જશે, પછી જે લોકો રહી જશે આ પૃથ્વી પર, તેમનાં માટે, બહુ કપરો સમય હશે અને શેતાન આ સમગ્ર પૃથ્વીનો કબજો લેશે અને લોકોને પોતાનાં ગુલામ બનાવશે અને જે લોકો ઇશ્વરનો સ્વિકાર કરશે તેઓને મારી નાખશે.

તો હું વિનંતિ કરું છું, કે જો તમે પ્રભુ ઇસુનો દેવ તરીકે સ્વિકાર હજુ સુધી નથી કર્યો, તો બહુ થોડો કૃપાનો સમય છે હવે. બાઇબલનાં સર્વ ભવિષ્યકથનો પુરા થાય છે અને આપણે છેલ્લા સમયમાં જીવી રહ્યા છે. હવે મન ફાવે તેમ જીવન જીવવાનો સમય નથી, આપણાં આત્માને બચાવાવાનો સમય છે.

હું મોટા બોજ સાથે આ ગીત તમારી સમક્ષ મૂકું છું.

May God bless you so much!

– Jeremy Desai –
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians Songs Lyrics

      Christian music has long been a powerful source of inspiration, comfort, and encouragement for believers around the world. Rooted in biblical truths and themes, Christian songs offer a unique blend of beautiful melodies and meaningful lyrics that touch the hearts of listeners. In this article, we will explore some of the most uplifting Christian song lyrics that continue to resonate with people, nurturing their faith and bringing hope in challenging times.

      Disclosures

      Follow Us!

      WorldTamilchristians-The Collections of Tamil Christians songs Lyrics
      Logo