Pedhi Dar Pedhi (Gujarati Christian Song)

Faith Score0
Faith Score0

Pedhi Dar Pedhi (Gujarati Christian Song)


Gujarati Gamta Gito: 185
Base on Psalm – 90
ગીતશાસ્ત્ર 90 પર આધારિત.

પેઢી દર પેઢી, હે પ્રભુ, તું છે આશ્રય અમારો રે..(૨)
૧)અમારા અન્યાયોને તેં તારી સંમુખે મૂક્યા છે;(૨)
અમારા ગુપ્ત પાપો તારા મુખના અજવાળે મૂક્યા છે.(૨)
૨)અમારા સર્વ દિવસો તારા રોષમાં ચાલ્યા જાય;(૨)
કહાણીરૂપે અમારાં વર્ષો સત્વરે પૂરાં થાય.(૨)
૩)દીર્ઘ ગણાતું આયુષ્ય અમારું, જલ્દી કપાતું જાય;(૨)
એજ પ્રમાણે પૃથ્વી ઉપરથી, નાશ અમારો થાય.(૨)
૪)સિત્તેર વરસનું આયુષ્ય અમારું, બળથી તે એંસી થાય;(૨)
તો પણ તેમનું સામર્થ્ય માત્ર, શ્રમ ને દુઃખ જણાય.(૨)
૫) તારા ગુસ્સા ને કોપના બળને, ઓળખી લે છે કોણ;(૨)
અને એ બધું જાણીને તારી, બીક રાખે છે કોણ.(૨)
૬)માટે પ્રભુ તું શીખવ અમને, ગણતા અમારા દિન;(૨)
જેથી અમારા હૈયાં ભરાયે, જ્ઞાન વડે નિશદિન.(૨)

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo