જીવન સંદેશ પરિવાર તરફથી આપને નાતાલ તથા નવા વર્ષની શુભેચ્છા પાઠવી છીએ. જીવન સંદેશ સ્ટુડીયોમાં રેકોર્ડ થયેલ નાતાલના ગીતો આપની સમક્ષ લાવીએ છીએ. ૮૦ થી ૯૦ ના દાયકામાં જીવન સંદેશના સ્થાપક રેવ. એલ્મર એન્ટઝના નેતૃત્વ નીચે શ્રી પર્સીભાઈ દેસાઈની અને શ્રી ઈમાનુએલ દેસાઇની આગેવાનીમાં આ ગીતો તૈયાર થયાં. અમારા હ્રદયની પ્રાર્થના છે કે આ ગીતો થી ઈશ્વર આપના હ્રદયોમાં આત્મિક સંચાર ઉત્તેજિત કરે અને આશિષ આપે.

