Willy Robinson Presents
ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ,
દેવ બનીને બાળ જન્મ્યો દેવ બનીને બાળ,
બેથલેહેમની નમ્ર ગભાણે જન્મ્યો પ્રભુ કૃપાળ.
માગી લોકો ત્યાં ઉલ્લાસે એને જોવા જાય,
ગગન નિવાસી નિર્મળ દૂતો એનાં ગીતો ગાય,
હરખાતાં ભરવાડ જોઈ હરખાતાં ભરવાડ
બેથલેહેમની નમ્ર ગભાણે જન્મ્યો પ્રભુ કૃપાળ.
ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ,
દેવ બનીને બાળ જન્મ્યો દેવ બનીને બાળ.
તેજ ભરેલા ચહેરા ઉપર દિવ્યતા છલકાય છે,
રાજાઓ નો રાજા કેવો પારણે ઝૂલાય છે,
મરિયમ લે સંભાળ એની મરિયમ લે સંભાળ,
બેથલેહેમની નમ્ર ગભાણે જન્મ્યો પ્રભુ કૃપાળ,
ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ભૂપાળ,
દેવ બનીને બાળ જન્મ્યો દેવ બનીને બાળ.
Khrist prabhu bhupal janmyo
Singer:-Jackson Christian
Lyrics & Composition:-Ashish Christian
Music Direction:- Sunny Nill
Video by:-Amit Suvera
Rhythm Arrangements- Ashish (Jackie)Macwan
Chorus:-Aaron Khambhata,Emile Harry,Shefali Christian,Hiya Christian
Mix & Master- Jayesh Parmar
Special thanks:-Jigar,Nelson & Linus

