Aa Varsh Navu | New Year Song | Gujarati Christian Song | Christmas & New Year Songs | NewYear Songs
Song: Aa Varsh Navu (આ વર્ષ નવું)
Lyrics, Composition, Vocals, Music, Mixed & Mastered by: Jackson Christian
આ વર્ષ નવું, આપ્યું અમને,
પ્રભુ માનીએ અમે તવ આભાર,
ગત વર્ષમાં સાચવ્યા અમને,
ગાઈએ મહિમા અપરંપાર..
દુઃખના દિવસો હળવા લાગ્યા,
એમા બન્યા તમે આધાર
સુખના સ્મરણો હજી છે તાજા,
આનંદ આપ્યો એમાં અપાર
પગલે પગલે સાથે ચાલી,
ખોલ્યા નવા આશીષના દ્વાર,
ગત વર્ષમાં સાચવ્યા અમને,
શીશ નમાવી કરીએ સ્વીકાર..
ભવસાગરના એ તોફાને,
જીવન નૈયા જો અટવાય,
પાણી પર છે પગલાં તમારા,
એ ભરોસો એજ સહાય
અમ માર્ગ તમે, અમ સત્ય તમે,
જીવન તમે, ઈસુ તારણહાર.
ગત વર્ષમાં સાચવ્યા અમને,
હાથ ઉઠાવી કરીએ સ્વીકાર..
‘Aa Varsh Navu’ is a New Year Song. ( Gujarati Christian Song ). If you like my work, please share it with others and SUBSCRIBE to my channel for more new Gujarati Christian Songs.
Follow Us on Social Media:
Facebook: https://www.facebook.com/JacksonChristianMusic
Instagram: https://www.instagram.com/JacksonChristianMusic
YouTube: https://www.youtube.com/JacksonChristianMusic
© 2021 Jackson Christian – All Rights Reserved
#NewYearSongs #GujaratiChristianSongs
