આવી આનંદી નાતાલ – Aavi anandi Natal
ટેક: આવી આનંદી નાતાલ, જન્મ્યો ખ્રિસ્ત, પ્રભુ, ભૂપાળ
૧ રાજાઓનો રાજા અને સ્વર્ગી ગૌરવ મૂકી લીધો સૃષ્ટિનો સૃજનાર; માનવનો અવતાર. – આવી.
૨ ·જગસ્વામીએ જગ પર કીધી કન્યા મરિયમ પેટે જન્મ્યો ભારે અદ્ભુત મ્હેર; દાઊદ કેરે શહેર. – આવી.
૩ દૂતો શ્વેતાંબર પહેરેલા મનહર સુંદર રાગે તેઓ આકાશે દેખાય; ખ્રિસ્ત જયંતી ગાય. – આવી.
૪ હે જગવાસી, જાગૃત થાજો તમ કાજે આ છે શુભ વાર્તા, હર્ષે ગાઓ ગાન; સુણો દઈને ધ્યાન. – આવી.
૫ તારે કાજે, મારે કાજે, શુભ વાર્તા આ સૌને કાજે, સૌ માનવને કાજ; જન્મ્યો ત્રાતા આજ. – આવી.
૬ હે જગવાસી, હર્ષ કરીને જન્મેલા રાજાનાં ગાઓ દો ત્રાતાને માન; જય જય કરતાં ગાન. – આવી.
૭ આવ્યો છે એ જગને કાજે, ગૌરવના રાજાને આપો, છોડી સ્વર્ગી ધામ; મનડાં માંહે ઠામ. – આવી.
૮ ગભાણે પોઢેલો તે પણ આપો હૈયું રહેવા તેને, રહેવા દો નહિ ત્યાંય; રહેશે સ્વર્ગી રાય. – આવી.
૯ ઉરે ખ્રિસ્ત રહે તો પૂરી ખ્રિસ્ત જયંતી સુખકર થાશે શાંતિ, આનંદ થાય; દુઃખડાં સર્વ જાય. – આવી.


